કોનું કામ છે?
સાંજના આકાશમાં આ રંગ કોનું કામ છે?
મોરપીંછાનો અનોખો ઢંગ કોનું કામ છે?
ધૂળમાં દાણો દબાવ્યો, ઝાડ ઊગ્યું આભ લગ,
ડાળ ડાળે ફૂલ ને ફળ, અંગ કોનું કામ છે?
ચાંદ ઊગે ને સમંદર ઊછળે છે કેટલો,
દૂરથી પણ ખેંચનારો સંગ કોનું કામ છે?
આ ધરા, આ આભ, આ જળ, એકના સર્જ્યા છતાં,
સરહદો દોરી લડે, આ જંગ કોનું કામ છે?
આ ‘પરાગે’ પાંખડી પર ઓસ જોતાં ભોરમાં,
ઝળહળે હીરા સમો આ નંગ કોનું કામ છે?
– પરાગ રતનપરા
#ગઝલ #સર્જનહાર #કુદરત #વિસ્મય #યુદ્ધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Creation #WonderOfNature #DivineArt #AntiWar #ParagRatanpara