કોને કહું?
હું જ મારો ચોર છું, આ વેદના કોને કહું?
મેં જ લૂંટ્યો આ ખજાનો, યાતના કોને કહું?
દોષ દીધો મેં સિતારાને, ગ્રહોને, ભાગ્યને,
પણ અધૂરી સાવ મારી ઝંખના, કોને કહું?
માગણીનું પોટલું લઈ રોજ ઊભો દ્વાર પર,
એ હતો સોદો, ન'તી એ પ્રાર્થના, કોને કહું?
ચાંદ પર ઘર બાંધવાનાં સ્વપ્ન જોયાં રાતભર,
ને સવારે ઝૂંપડું, આ કલ્પના કોને કહું?
આ પરાગે તો બધાને દઈ દિલાસો, આખરે
એકલો બેઠો, હવે આ સાંત્વના કોને કહું?
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મમંથન #જવાબદારી #પ્રાર્થના #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfReflection #SelfBlame #TruePrayer #Loneliness #ParagRatanpara