← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કિટ્ટા-બુચ્ચા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાલે કરી'તી કિટ્ટા, આજે બુચ્ચા, બુચ્ચા, બુચ્ચા!
રીસ રીસ રમી ને ભૂલી ગયાં, મન તો સાવ જ સચ્ચા.

તેં મારી પેન્સિલ તોડી'તી, મેં તારો ચોટલો ખેંચ્યો,
તેં ભાગ્યું મારું ચોકલેટ, મેં તારો દડો વેચ્યો;
આજે ભેગાં ખાઈએ ભાગમાં, બોરાં ખાટાં-કચ્ચાં…
કાલે કરી'તી કિટ્ટા…

મમ્મી બોલી: ‘એની સાથે બોલવાનું બંધ,’
પપ્પા બોલ્યા: ‘એ ઘર સાથે આપણો શો સંબંધ?’
અમે તો ઝાંપે ભેગાં થઈને રમ્યાં, બેઉ ય સચ્ચાં…
કાલે કરી'તી કિટ્ટા…

પરાગ કહે: આ બાળકો પાસે શીખો રે, મોટેરા,
વરસો સુધી વેર ન રાખો, રાખો રે મન ઘેરાં;
એક દી’ની કિટ્ટા, બીજે દી’ બુચ્ચા — એ જ પાઠ છે અચ્છા…
કાલે કરી'તી કિટ્ટા, આજે બુચ્ચા, બુચ્ચા, બુચ્ચા!

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપધારો ગણરાયઆગલો લેખ →રાધા