← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કિતાબો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવાલો ઘણા છે, જવાબો નથી કંઈ,
ગણિતમાં ય એના હિસાબો નથી કંઈ;
કહે બાળ: ‘મા કેમ તારો બની ગઈ?’
ભરેલી બધી આ કિતાબો નથી કંઈ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાસ્તરની સોમવારી સવારઆગલો લેખ →રીસ