← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કિરણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘોર અંધારું હતું, ને એક આશાનું કિરણ,
બાળકે જ્યાં ‘મા’ ઉચાર્યું, ત્યાં જ ભાષાનું કિરણ.

ખાટલે માંદો હતો, ને કોઈ ના આવ્યું કને,
બાળપણનો દોસ્ત આવ્યો લઈ દિલાસાનું કિરણ.

રોજ ટીવી પર સમાચારો ભરેલા ખૂનથી,
એ જ ચેનલ પર ચમકતું સૌ તમાશાનું કિરણ.

ગામની કન્યા ભણે છે ફાનસે, ઝાંખી નજર,
તોય આંખોમાં ઝળકતું એ પિપાસાનું કિરણ.

આ પરાગે રાત આખી શબ્દ સાથે જાગરણ,
ને પરોઢે શેર આવ્યો, લઈ ખુલાસાનું કિરણ.

– પરાગ રતનપરા

#ગઝલ #સવાર #આશા #ઉજાસ #જ્ઞાન #પરાગરતનપરા
#GujaratiGhazal #RayOfHope #NewDawn #Light #Resilience #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચકલી પાછી આવીઆગલો લેખ →ચકરડી