કિનારા સુધી
ગયો છું, ભલે હું કિનારા સુધી,
નથી પ્હોંચતો હું જ મારા સુધી.
હતા ભીડમાં દોસ્ત લાખો છતાં,
નહીં કોઈ આવ્યું સહારા સુધી.
તમે હાસ્ય વેર્યું, થયા ઘાવ આ,
તમારી રમત તો ઇશારા સુધી.
હતો સાદ મારો જ મારો કદી,
હવે ભીડ લઈ જાય નારા સુધી.
પરાગે સુગંધો વહાવી બધે,
ન આવી ફરી એ જ ક્યારા સુધી.
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મખોજ #એકલતા #ભીડ #સુગંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #SearchForSelf #Solitude #CrowdAndSelf #Fragrance #ParagRatanpara