← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખુશ રહો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંચ પરથી સંત બોલ્યા: ‘ફી ભરીને ખુશ રહો,
મોહ-માયા છોડવા સૌ ધન ધરીને ખુશ રહો.’

આશ્રમોમાં કાર, એ.સી., ને વિદેશી શિષ્ય છે,
આપને બસ એટલું કે જપ કરીને ખુશ રહો.

સ્વર્ગમાં પણ પ્લોટ વેચે છે સ્વયં એ રોકડે,
આ જનમમાં દુઃખ વેઠો, ને મરીને ખુશ રહો.

શાંતિનો સિદ્ધાંત સાદો મધ્યવર્ગી કાજ છે:
બૉસ, બૈરી, બેંક સૌથી બસ ડરીને ખુશ રહો.

આ પરાગે પણ જમાવ્યો એક આશ્રમ ગામમાં,
કોઈ ના આવ્યું, હવે તો ઘર ફરીને ખુશ રહો.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #બાબાઓ #ધર્મનોધંધો #ખુશી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #GodmenBusiness #FakeGurus #Happiness #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખલાગતુંઆગલો લેખ →ગઢની ભીંતે