← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગઢની ભીંતે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાલો સૈયર, ગઢની ભીંતે જઈએ સાંજને ટાણે,
ભીંત ગણે છે કેટલી સદીઓ, આપણે ગણીએ છાણે.

રાજા ગયા ને રાણી ગઈ, ગઈ તોપ ને તલવાર,
ભીંતે હવે છાણાં થપાય, ને બકરાં બાંધે બ્હાર;
ઇતિહાસ તો ચૂપ ઊભો છે, આપણે ગાઈએ ગાણે…
હાલો સૈયર…

કાંગરે બેસી ચકલી બોલે, બુરજે ઊગ્યો પીપળ,
જે ભીંતે જોદ્ધા મર્યા, ત્યાં ઝૂલે છોકરાં ચંચળ;
લોહી ધોવાયું વરસાદે, રહ્યું ઘાસ લીલું પ્રાણે…
હાલો સૈયર…

પરાગ કહે: આ ગઢ શીખવે, સત્તા ન ટકે કોઈ,
હાથ થાપેલું છાણું ટકે, ને ચૂલે રોટલી સોઈ;
રાજનું નામ ભુલાઈ જાશે, ભૂખનું નામ સૌ જાણે…
હાલો સૈયર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખખુશ રહોઆગલો લેખ →સ્મિત