ખુલાસો
હૃદય રોજ તારો ખુલાસો કરે છે,
પછી ખુદ જ ખુદને દિલાસો કરે છે.
ઘડી પળ ન જંપે, રટે નામ તારું,
ઝરૂખે ચડે ને તમાશો કરે છે.
અમાસે ભટકતો રહું તો, અચાનક
તને સાંભરીને ઉજાસો કરે છે.
નથી પગ, નથી પાંખ, તોયે સતત એ
તમારી ગલીના પ્રવાસો કરે છે.
પરાગે ભલે ફૂલ ખોયું, છતાં એ
હવામાં સદા એ સુવાસો કરે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #હૃદય #ઝંખના #મિલનનીજીદ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #RestlessHeart #Longing #Yearning #LoveStruck #ParagRatanpara