ખુદા, શુક્રિયા
મળી ડાળ-છાયા, ખુદા, શુક્રિયા,
નથી મોહ-માયા, ખુદા, શુક્રિયા.
ભલે રોગ ઘેરે, થયું જીર્ણ તન,
ટકી આજ કાયા, ખુદા, શુક્રિયા.
ઉડી છત, ઢળી ભીંત, તૂટ્યાં કમાડ,
ખડા એ જ પાયા, ખુદા, શુક્રિયા.
ઉદાસી હતી ઓસરી-આંગણે,
ઘરે એક જાયા, ખુદા, શુક્રિયા.
પરાગે હતો હાથ ખાલી, છતાં
ભરે તું સવાયા, ખુદા, શુક્રિયા.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #કૃતજ્ઞતા #શુકર #ઈશ્વર #પરાગરતનપરા
#GujaratiGhazal #SufiPoetry #Gratitude #Shukr #DivineGrace #ParagRatanpara