← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખુદા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે ક્યાં, કહો, જઈ સમાયા, ખુદા?
અમે તો સ્વયંથી પરાયા, ખુદા.

ગરીબો હજી ઝૂંપડે ઊંઘતા,
તમારા ભવન સૌ સજાયા, ખુદા.

તમારા જ નામે લડે માનવી,
રુધિરમાં ધરમ સૌ નહાયા, ખુદા.

દુઆ મેં કરી, તેં સુણી ના કદી,
હતા શું અમે સૌ ભુલાયા, ખુદા?

પરાગે ન માગ્યું કશું કોઈ દી,
છતાં ગીત એના ગવાયા, ખુદા.

– પરાગ રતનપરા

#ગઝલ #ખુદા #પ્રશ્ન #ગરીબી #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #God #Questions #Poverty #Faith #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતાર તૂટ્યોઆગલો લેખ →ઘડપણમાં