ખોટું લાગ્યું
ખોટું લાગ્યું, ખોટું લાગ્યું, ભાઈને ખોટું લાગ્યું,
નાની સરખી વાતમાં એમનું આખું ગામ જાગ્યું!
ચામાં ખાંડ ઓછી પડી તો ખોટું લાગ્યું ભાઈને,
લગ્નમાં ખુરશી પાછળ મળી તો ખોટું લાગ્યું ભાઈને;
ફોટામાં ચહેરો કપાયો, એનું વેર જનમ લગ માગ્યું…
ખોટું લાગ્યું…
ફિલ્મમાં કોઈ ગીત ગવાયું, લાગણી દુભાઈ ગઈ,
પુસ્તક કોઈએ લખ્યું, ત્યાં તો લાગણી ઘવાઈ ગઈ;
વાંચ્યું નહોતું એક પાનું, તોય બાળવા ભાગ્યું…
ખોટું લાગ્યું…
પરાગ કહે: આ લાગણીને થોડી કસરત કરાવો,
કાચની નહીં, લોખંડની કરો, ને હસતાં એને શીખવાડો;
હસવાનું જે ભૂલી ગયું, એ ઘર આખું ત્યાગ્યું…
ખોટું લાગ્યું…
– પરાગ રતનપરા