← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તુજ મહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થાકતો, હાંફી જતો હું ત્યાં જ ઠર્યો તુજ મહીં,
તું નદી, હું પાંદડું, બસ એમ તર્યો તુજ મહીં.

હું ઘડો કોરો હતો, ને તું હતી એ વાવડી,
ડૂબકી દીધી, છલોછલ નીર ભર્યો તુજ મહીં.

પાનખરમાં પાંદડું થઈ ડાળથી છૂટ્યો ભલે,
તોય તારા ખોળલે હળવેક ખર્યો તુજ મહીં.

તીર્થ ને કાશી ન ભાળ્યાં, ના ગયો કાબા કદી,
ચાર ધામો એક તું, ને રોજ ફર્યો તુજ મહીં.

ફૂલથી છૂટ્યો, હવામાં ઊડતો ચાલ્યો ‘પરાગ’,
શ્વાસ તારો સ્પર્શતાં હું છેક સર્યો તુજ મહીં.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સમર્પણ #એકત્વ #સૂફી #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #Surrender #Oneness #SufiSpirit #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસમયનું ચકડોળઆગલો લેખ →ખોટું લાગ્યું