ખોજ
શ્વાસ લેવાનું ય જાણે સાવ ખોટો બોજ છે,
જીવવાનું એક કારણ, તું મળે એ રોજ છે;
સાંજ ઢળતાં હું ય ઢળતો નામમાં તારા સદા,
તું મળે તો જિંદગી છે, ના મળે તો ખોજ છે.
– પરાગ રતનપરા
શ્વાસ લેવાનું ય જાણે સાવ ખોટો બોજ છે,
જીવવાનું એક કારણ, તું મળે એ રોજ છે;
સાંજ ઢળતાં હું ય ઢળતો નામમાં તારા સદા,
તું મળે તો જિંદગી છે, ના મળે તો ખોજ છે.
– પરાગ રતનપરા