← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખિસ્સું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પપ્પાના ખિસ્સામાંથી
શું શું નીકળતું?

બસની ટિકિટ,
દવાની ચિઠ્ઠી,
ઘરનું લાઇટબિલ,
વાળેલી બે નોટ,
ને એક ચોકલેટ —
મારે માટે.

પપ્પા ગયા પછી
મેં એમનો શર્ટ ખંખેર્યો.
ખિસ્સું ખાલી હતું.

ત્યારે સમજાયું:
એ ખિસ્સું તો
કાયમ ખાલી જ રહેતું —
ચોકલેટ
એમની પોતાની ભૂખમાંથી
કાપીને આવતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાંજનાઆગલો લેખ →સેજ સજાવું