ખીણ
પર્વતની ટોચે
સૌ જવા માગે છે —
ધજા ફરકાવવા,
ફોટો પાડવા.
ખીણમાં
કોઈ જતું નથી.
પણ વરસાદ પડે
ત્યારે બધું પાણી
ટોચ પર નથી ટકતું,
ખીણમાં જ ભેગું થાય છે.
નદી ત્યાંથી નીકળે છે,
ખેતરો ત્યાં લીલાં થાય છે,
ગામ ત્યાં વસે છે.
ઊંચા થવું સારું છે.
પણ ક્યારેક
થોડું નીચા,
થોડું ખાલી,
થોડું ઊંડા થવાથી
આખું જગત
તમારી પાસે
પાણી ભરવા આવે છે.
– પરાગ રતનપરા