ખેડૂતનું ગણિત
શાળામાં ગણિત
ભણ્યો નથી.
પણ એ જાણે છે:
એક દાણો વાવો
તો સો ઊગે;
સો દાણા વેચો
તો એક થેલી ખાતર ન આવે.
વરસાદ ન પડે
તો દેવું,
વધુ પડે
તો દેવું,
ને બરાબર પડે
તો ભાવ ગગડે —
દેવું.
તોય દર જેઠ મહિને
એ આભ સામે જુએ છે
ને બીજ બાંધે છે —
કારણ,
એનું ગણિત
આશાના આંકથી
શરૂ થાય છે.
– પરાગ રતનપરા