← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખેડૂત અને આકાશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જેઠ મહિને
ખેડૂત
રોજ સવારે
આકાશને
એવી રીતે જુએ છે
જેમ કોઈ
દેવાદાર
શાહુકારના ઘરનું બારણું.

વાદળ આવે છે,
ગડગડે છે,
ને પાછાં વળી જાય છે —
નેતાની જેમ,
વચન આપીને.

પછી એક રાતે
નળિયાં પર
ટપ…
ટપ…
ટપ…

ને ખેડૂત
દોડીને ફળિયામાં
ઉઘાડો ઊભો રહી જાય છે,
આંખો મીંચીને,
હાથ ફેલાવીને —

આખું ગામ
એ રાતે જુએ છે
કે માણસ પણ
ખેતર થઈ શકે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહલેસાંઆગલો લેખ →હેઠાં મેલો હથિયાર