← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખરી શ્રીમંતાઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભરી ઝોળી ઠલવતાં વાદળી થઈ સાવ ઠાલી, પણ
ધરા લીલી, સજળ ખેતર, બધાને એ બની વ્હાલી;
ભરેલા માટલાએ કોઈનીયે પ્યાસ ના છીપી,
ખરી શ્રીમંત એ, જે આપતાં થઈ જાય છે ખાલી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકવિતા વિશે ત્રણઆગલો લેખ →પાનખર