ખજાનો
ન હીરા, ન મોતી, દુઆનો ખજાનો,
ભરેલો હૃદયમાં વ્યથાનો ખજાનો.
અમાસે ય ઝળહળ થતી ઓસરીમાં
બચેલો હતો એ કથાનો ખજાનો.
ઘવાયા, ઠગાયા, અમારી કને છે
હજી પણ અખૂટો ક્ષમાનો ખજાનો.
નગરની હવામાં ધુમાડો, અને ત્યાં
હજી લીમડાની હવાનો ખજાનો.
પરાગે ન રાખ્યું કશું ગાંઠ બાંધી,
ઉડાડ્યો હવામાં મજાનો ખજાનો.
– પરાગ રતનપરા
#ગઝલ #ખજાનો #આશીર્વાદ #ક્ષમા #સંતોષ #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueWealth #Blessings #Forgiveness #Contentment #ParagRatanpara