← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખાંડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું રોજ પૂછે છે:
‘તું ક્યાં ખોવાઈ ગયો?
પહેલાં જેવો
દેખાતો જ નથી.’

સાંભળ,
ચામાં ખાંડ
ક્યારેય દેખાય છે?

એ ઓગળી જાય છે,
ને પછી
દરેક ઘૂંટડે
હોય છે.

હું ય
તારામાં
એમ જ ઓગળી ગયો છું.

છતાં
વિશ્વાસ ન આવે
તો
કોઈ દિવસ
મારા વગરની ચા પી જોજે —
તરત ખબર પડશે
હું ક્યાં હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતારા વિશેઆગલો લેખ →જમણવાર