← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેસૂડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેસૂડાંએ ડુંગર રંગ્યા, રંગી ધરતી લાલ,
હું તો કોરી રહી ગઈ, સાજન, ક્યાં છે તારો ગુલાલ?

ભાભી રંગી, નણદી રંગી, રંગ્યો આખો વાસ,
ભેરુ સૌ પિચકારી લઈને ઘૂમે ચારે પાસ;
મારી ચૂંદડી કોરી કોરી, જાણે પૂછે સવાલ…
કેસૂડાંએ…

ઘેરૈયાના ઢોલ ઢબૂકે, હોળી ઝગમગ થાય,
નાળિયેર હોમું, ધાણી ફોડું, મનડું તોય ન ધરાય;
તારા વિના આ ફાગણ લાગે ભર તડકે દુકાળ…
કેસૂડાંએ…

પરાગ કહે: જે રંગ પ્રીતનો, એ પાણીથી ન ધોવાય,
એકવાર જો અડી જાય તો જનમ જનમ રંગાય;
આવ, સાજન, એક ચપટી દે, થઈ જાઉં હું ન્યાલ…
કેસૂડાંએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરાતના બે વાગ્યેઆગલો લેખ →જીવન થાજો