← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેસૂડાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વસંત આવી.
કોઈ જાહેરાત નહીં,
કોઈ હોર્ડિંગ નહીં,
કોઈ ‘સેલ’ નહીં.

ઑફિસે જતાં લોકો
ઘડિયાળ જોતાં રહ્યાં,
ટ્રાફિક સિગ્નલ
લાલ-લીલો થતો રહ્યો.

માત્ર રસ્તો વાળતી
મંગુમાસીએ
સાવરણી અટકાવી,
ખરેલાં કેસૂડાં
એક બાજુ ઢગલો કર્યાં
ને બોલી:
‘આ નહીં વાળું.
આ તો કોઈ આવ્યું છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહાથ ઝાલજેઆગલો લેખ →સમાધિ-પહાડ