← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેમ રે અલી?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે ક્યાંથી આવ્યાં ગોરી, આમ મલકતાં મલકતાં,
ઝાંઝરના ઝણકારે, કેમ રે અલી, છલકતાં છલકતાં?

માથે મેલી હેલ, ને હાથે ખણખણ કંગન,
પાણી ભરવા જાવ કે જાવ મળવા કોઈ સાજન?
ગામ પૂછે, ને તમે જવાબ દ્યો બસ પલકતાં પલકતાં…
તમે ક્યાંથી…

પાદર ઊભો છેલ, ને એની પાઘે મોરપીંછું,
તમે ઘૂંઘટ તાણ્યો, તોય નેણ ગયાં કાં નીચું?
લાજ કહે: ‘ઝટ ચાલ’, ને પગલાં અટકે અટકતાં…
તમે ક્યાંથી…

પરાગ કહે: આ ગામની ગોરી, પ્રેમે ભીની ભીની,
હસતી જાય, ને બોલે: ‘અલ્યા, વાત નથી કંઈ ઝીણી!’
સાંજે મેળે મળશું, કહીને ભાગી ઝટપટ ઝબકતાં…
તમે ક્યાંથી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબુદ્ધ છેઆગલો લેખ →મનનું આકાશ