← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેમ છો?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ રસ્તે, ભીડમાં, સૌ લોક પૂછે: કેમ છો?
હું કહું ત્યાં, એ ગયો, ને કોક પૂછે: કેમ છો?

બેસણે ચા ને સમોસા, ફોનમાં સૌ વ્યસ્ત છે,
દૂર ખૂણે એકલો તે શોક પૂછે: કેમ છો?

રાત આખી ચિંતમાં વીતી, હતા હપ્તા ઘણા,
ને સવારે ડેસ્ક પર એ ઝોક પૂછે: કેમ છો?

બાપ ખીજાતા હતા, ટોક્યા કરે'તા રોજ રોજ,
આજ સૂના ઓરડે એ ટોક પૂછે: કેમ છો?

આ પરાગે સાંજના ગીતા ઉઘાડી, ને પછી
પાનમાંથી એક ઝીણો શ્લોક પૂછે: કેમ છો?

– પરાગ રતનપરા

#ગઝલ #ઔપચારિકતા #એકલતા #શોક #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #HowAreYou #Loneliness #Grief #Father #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમૂછનો વળઆગલો લેખ →ઝાકળ વીણવા