← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૂછનો વળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મુખીની મૂછનો વળ, ભાઈ, આખું ગામ વખાણે,
પણ ઘરમાં મુખિયાણી આગળ, મૂછ નીચી કોણ જાણે!

ચોરે બેસી ખોંખારો ખાય, ને હુક્કો ગડગડ ગાજે,
‘મારા વેણે ગામ ચાલે છે,’ એવું કહેતા લાજે;
સાંજ પડે ને ‘ક્યાં ગ્યા'તા?’ — ત્યાં બોલ ન ફૂટે વાણે…
પણ ઘરમાં મુખિયાણી આગળ…

ચૂંટણી આવી, ભાષણ કીધાં, ‘હું જ ગામનો રાજા!’
ઘેર આવીને શાક સમાર્યું, લાવ્યા દૂધ ને ભાજા;
મૂછે તાવ દઈ નીકળે, ને આવે ત્યારે ટાણે ટાણે…
પણ ઘરમાં મુખિયાણી આગળ…

પરાગ કહે: આ મૂછ ભલેને ગામ ઉપર ફરકાવો,
ઘરની રાણી રીઝે, એવો ભાવ જરી દેખાડો;
સાચો મરદ તો એ જ, જે પત્નીનું મન પણ માણે…
પણ ઘરમાં મુખિયાણી આગળ…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખનામઆગલો લેખ →કેમ છો?