← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કે'વાય ના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શું થયું, શું ના થયું, એ રાતમાં, કે'વાય ના,
આંખ બોલી જે, હવે એ વાતમાં કે'વાય ના.

હું મને શોધું સતત, ભીડે અને આ ફોનમાં,
કેટલો ગરકી ગયો છું જાતમાં, કે'વાય ના.

રાતના આવ્યા ખબર કે બાપુજી ચાલ્યા ગયા,
સ્તબ્ધ ઊભો હું હજી આઘાતમાં, કે'વાય ના.

પોટલી માની, વિદાયે સાથમાં બાંધી હતી,
શું હતું એ પ્રેમની સોગાતમાં, કે'વાય ના.

આ પરાગે શબ્દ જોડ્યા, ગીત જોડ્યાં, તોય પણ
શું હતું આ આંખની બરસાતમાં, કે'વાય ના.

– પરાગ રતનપરા

#ગઝલ #મૌન #અકથ્ય #લાગણી #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Unspeakable #SilentEmotions #Grief #BeyondWords #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઢીંગલીઆગલો લેખ →કવિશ્રી