← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિતાના દિવસો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પિરામિડની અંધારી કોટડીમાંથી
ચાર હજાર વર્ષ જૂના
ઘઉંના દાણા મળ્યા હતા,
ને કોઈએ એને વાવ્યા
તો ઊગી નીકળ્યા.

મારી કવિતાઓ પણ
આજે કોઈ વાંચતું નથી —
એ કબાટના ખાનામાં
પીળા પડતા કાગળોમાં
ચૂપચાપ સૂતી છે.

પણ મને ભરોસો છે:
કોઈ દિવસ
કોઈ થાકેલી છોકરી
વરસાદી સાંજે
પસ્તીવાળાની લારીમાંથી
આ નોટબુક ઉપાડશે,
એક પાનું ખોલશે,
ને એની આંખમાં
ભીનાશ ઊગી નીકળશે.

કવિતાને ઉતાવળ નથી હોતી.
એ દાણો છે —
ભેજની રાહ જોતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગુજરાતી હોવું એટલેઆગલો લેખ →મેઘરાજાને કાગળ