← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કલમની ગવાહી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કલમ મારી સદા સાચી જ દેતી આ ગવાહી છે,
લખું છું રક્તથી સઘળું, ભલે સસ્તી જ શાહી છે.

ઘણાને રાજવી આપે સુવર્ણી હાર ને હીરા,
અમારા ભાગ્યમાં કેવળ ફકીરી બાદશાહી છે.

ન સેના છે, ન ભાલા છે, નથી સિંહાસનો મારે,
અમારા શેરની સામે ભલા તખ્તો તબાહી છે.

સભામાં ખૂબ તાળી છે, બધે ખોટી પ્રશંસા છે,
ખરું બોલે, લખે એને અહીં કાયમ મનાહી છે.

પરાગે એ જ શીખ્યું છે ફકીરો પાસ બેસીને,
ફકીરી શબ્દની સાથે, કલમ પણ એક રાહી છે.

– પરાગ રતનપરા

#ગઝલ #કલમ #સત્ય #કવિધર્મ #ખુમારી #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfThePen #Truth #PoetsDuty #Defiance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમળવાનું સરનામુંઆગલો લેખ →અમે સેલમાં વેચાયા