← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કલમ રિસાણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કલમ રિસાણી, કાગળ કોરો, શબ્દ ગયા છે ગામ,
મનના ખેતરમાં ઊગે નહીં એક્કેય લીલું નામ.

રોજ સવારે ઝાકળ જેવા અક્ષર વીણવા જાઉં,
ત્યાં તો સૂરજ પી જાય બધા, ખાલી ખોબે આવું;
ચકલી પણ ડોકું તાણી પૂછે: ‘કવિ, ક્યાં ગયું તારું કામ?’
કલમ રિસાણી…

વહુની જેમ રિસાઈને કવિતા પિયર જઈ બેઠી,
મેં મોકલ્યાં ફૂલ ને ચિઠ્ઠી, તોય રહી એ બેઠી;
કહે: ‘પહેલાં તું જીવી આવ, પછી લેજે મારું નામ.’
કલમ રિસાણી…

પરાગ કહે: મેં કાગળ મેલ્યો આંગણ વચ્ચે ભીનો,
પહેલે છાંટે માટી બોલી, શબ્દ ઝીલ્યો મેં ઝીણો;
કવિતા તો આવે છે જાતે, ના ચાલે કોઈ દામ.
કલમ રિસાણી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધારઆગલો લેખ →દાદીમાની વારતા