કલમ
લખે ક્યાં હવે એ ડરેલી કલમ?
સલામો ભરે છે, વળેલી કલમ.
હતી ધાર જેની સમી તેગની,
પડી મ્યાનમાં એ ઠરેલી કલમ.
મળે શાલ, શ્રીફળ, ઇનામો ઘણાં,
હવે ફ્રેમમાં છે મઢેલી કલમ.
નિશાળે જતી ગામની છોકરી,
બદલશે નસીબો, ઘડેલી કલમ.
પરાગે ડુબાડી હૃદયમાં જરા,
ગઝલ તો લખે રસ ભરેલી કલમ.
– પરાગ રતનપરા
#ગઝલ #કલમ #લેખક #સત્ય #અભિવ્યક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #ThePen #FreedomOfExpression #WritersCourage #Truth #ParagRatanpara