← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કહ્યું નહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાહના મારી હતી પણ વાતમાં કહ્યું નહીં,
આંખ ભીની થાય, તોયે રાતમાં કહ્યું નહીં.

બાપના ખભ્ભે ઢળી રોવું હતું મારે ઘણું,
પણ પુરુષ છું, એટલે એ જાતમાં કહ્યું નહીં.

રોજ ગુડ મોર્નિંગ લખ્યું, ફૂલ ને દિલ આપિયાં,
એક ‘ચાહું છું’ ન મેં સોગાતમાં કહ્યું નહીં.

હોસ્પિટલમાં આખરી ક્ષણ, આંખ બાની બોલતી,
શું હતું મનમાં? કશું હાલાતમાં કહ્યું નહીં.

આ ‘પરાગે’ જે ન બોલ્યું, એ ગઝલ થઈને સરે,
તોય પૂરું આ ગઝલ ઔકાતમાં કહ્યું નહીં.

– પરાગ રતનપરા

#ગઝલ #અણકહ્યું #પિતા #મા #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #UnsaidWords #Father #Mother #UnspokenLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆશિષઆગલો લેખ →શેઢે શેઢે