કબીરો હસે
જુએ જગ તમાશા, કબીરો હસે,
ભરે ઘર, નિરાશા! કબીરો હસે.
કથા ત્યાગની, ને ખજાના ઘરે,
ભગતને પતાશા! કબીરો હસે.
ચડે દૂધ પથ્થર ઉપર ધોધમાર,
ગરીબી-હતાશા! કબીરો હસે.
ઘણા ગ્રંથ વાંચ્યા, ઘણું બોલિયા,
હૃદયમાં દુરાશા! કબીરો હસે.
પરાગે ગઝલમાં કહી સત્ય વાત,
મળે બસ દિલાસા! કબીરો હસે.
– પરાગ રતનપરા
#ગઝલ #કબીર #વ્યંગ #દંભ #સત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Kabir #Satire #Hypocrisy #Truth #ParagRatanpara