← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાણાવાળો થેલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા થેલામાં
એક કાણું છે.

એમાંથી
રોજ થોડું થોડું
ખરતું જાય છે —
કાલની ચિંતા,
પરમ દિવસનો ગુસ્સો,
ગયા વરસનું રિસામણું.

લોકો કહે:
‘થેલો સંધાવી લે,
નહીં તો બધું ખોઈ બેસીશ.’

હું હસું છું.

એમને ક્યાં ખબર
કે આ કાણું જ
મારી હળવાશનું
બારણું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજાગ તુંઆગલો લેખ →હજી છે