← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાન ક્યાં?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગોકુળ શોધ્યું, મથુરા શોધ્યું, શોધી દ્વારિકા સારી,
કાન તો મળ્યો રાધાની બે આંખોની અટારી.

વનમાં ગોત્યો, જમનાતીરે, કદંબની ડાળે ડાળે,
ગાયોના ધણ પાછળ દોડ્યા, ધૂળ ઊડી ગોવાળે;
વાંસળી તો વાગી ત્યાં, જ્યાં રાધા બેઠી હારી…
ગોકુળ શોધ્યું…

મંદિરમાં તો મૂરત સોનું, મોરપીંછ ને મુગટ,
પણ રાધાની આંખે એ તો ગોવાળિયો નટખટ;
એની પાંપણ ઢળે ત્યાં તો રાસ રમે ગિરધારી…
ગોકુળ શોધ્યું…

પરાગ કહે: જેને જોઈએ શ્યામ, એ રાધા થઈ જાય,
પ્રેમ ભરી બે આંખોમાં તો આખું વૃંદાવન સમાય;
બાકી સૌ તીરથ ફરે, ને પાછા ફરે ખાલી ઝારી…
ગોકુળ શોધ્યું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસારસ બેલડીઆગલો લેખ →રામ પર