← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાગળની હોડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાગળની હોડી મેં ખાબોચિયે તરતી મેલી,
હોડી બોલી: ‘લઈ જઈશ તને દરિયાપાર, ઓ બેલી!’

નોટનું પાનું ફાડીને મેં હોડી કરી’તી નાની,
માસ્તર ખીજ્યા, મા પણ ખીજી, તોય ન મેં કંઈ માની;
વરસાદી પાણીમાં ચાલી જાણે રાજાની હેલી…
કાગળની હોડી…

હવે મોટો થ્યો, ને ઓફિસનાં કાગળ ભરું છું રોજે,
એકે કાગળ તરતો નથી, સૌ ડૂબે ફાઈલને બોજે;
કોઈ મને પાછી આપો એ ખાબોચિયાંની હેલી…
કાગળની હોડી…

પરાગ કહે: જે કાગળ પર સપનાં લખાય, એ તરશે,
બાકી બધા દસ્તાવેજો તો ધૂળ ખાતા ઠરશે;
મનની હોડી તરતી રાખો, ભલે ને આંધી ખેલી…
કાગળની હોડી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપીંજરોઆગલો લેખ →વતનની ચાવી