જ્યોતિષી
હાથ જોતાં, ગ્રહ ગણંતાં, ફી ય માગે જ્યોતિષી,
ભાવિ ભાખી, ગામ લૂંટી, રાત ભાગે જ્યોતિષી.
‘ગ્રહ નડે છે, દોષ મોટો, દાન તો કરવું પડે’,
ને ગ્રહો એના જ ઘરમાં ઠીક લાગે, જ્યોતિષી!
એક રાતે ચોર આવ્યા, ને ગયા લૂંટી બધું,
તોય ખુદનું ભાવિ જોવા, ના જ જાગે જ્યોતિષી.
ચેનલે બેસી બતાવે રાષ્ટ્રનું પણ ભાગ્ય એ,
ચેનલો બદલાય, ત્યાં બીજો જ વાગે જ્યોતિષી.
આ પરાગ જ ભાગ્ય ખુદનું ખુદ ગઝલમાં આંકતો,
હાથ એનો જોઈને ધંધો જ ત્યાગે જ્યોતિષી.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #જ્યોતિષ #અંધશ્રદ્ધા #ભાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Astrology #Superstition #Destiny #ParagRatanpara