← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફૂલ જેવું જીવીએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાલ ને, ફૂલ જેવું જીવીએ રે, વીરા, ફૂલ જેવું જીવીએ,
કાંટે ઊગીએ તોયે હસીએ, ને સૌને મ્હેક દઈએ.

કોઈ તોડે, કોઈ ચૂંથે, કોઈ ચડાવે દેવ,
ફૂલ ન પૂછે કોણ, કેમ, બસ મ્હેકવાની ટેવ;
પાંખડી ખરે તો ખરવા દઈએ, ધરતીમાં ભળી જઈએ…
ચાલ ને, ફૂલ જેવું…

કોઈની વાતો વીણી વીણી, ન કરીએ મનમાં ભાર,
મીઠો બોલ લઈ લેવો, કડવો મૂકવો વાટ પાર;
મધમાખી જેમ મધ જ લઈએ, ઝેર નહીં ઝીલીએ…
ચાલ ને, ફૂલ જેવું…

પરાગ કહે: આ જીવતર નાનું, એક સવારનો મેળો,
સાંજ પડે તો ખરી જાવું, પણ મ્હેકીને જાવું, ભેળો;
જે આવે, તે રાજી થાય, એવું આંગણું રચીએ…
ચાલ ને, ફૂલ જેવું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભેરુઆગલો લેખ →જ્યોતિષી