← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોયું હતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક પળ મેં તો તને બસ આંખમાં જોયું હતું,
ને પછી આખું ગગન મેં પાંખમાં જોયું હતું.

જે બધા પત્રો તમારા, મેં જલાવ્યા’તા, છતાં
તોય તારું રૂપ મેં તો રાખમાં જોયું હતું.

ભીડ મેળાની હતી, ચકડોળ ઘૂમે, ઢોલ, ને
તું અલગ સૌથી, તને મેં લાખમાં જોયું હતું.

જે મધુર રંગે હતી તું સોળમે વરસે, સખી,
આંબલે ઝૂલી રહેલી સાખમાં જોયું હતું.

ફૂલમાં સંતાઈને બેઠો હતો આખો ‘પરાગ’,
તાપમાં બળતા ખરા વૈશાખમાં જોયું હતું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રથમપ્રેમ #સ્મરણ #મેળો #યૌવન #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstGlance #Memories #VillageFair #YouthfulLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસાંધોઆગલો લેખ →શૂન્ય છે