← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોઉં છું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવે તો ઓસરીની ધાર પર બસ વાટ જોઉં છું,
હતાં પંખી, ગયાં ઊડી, હવે હું ઘાટ જોઉં છું.

નજર ઝાંખી, શ્રવણ ઓછું, છતાં પણ રોજ સાંજે હું
ઝરૂખેથી સરકતી ગામની આ હાટ જોઉં છું.

હતો હું પણ કદી સાહેબ, મળતી સૌ સલામો પણ,
હવે ખીંટી ઉપર લટકેલ કોટે ઠાઠ જોઉં છું.

કદી ફોને મને દેખાય પૌત્રો દૂર દેશેથી,
ઘડીભર હરખ, પાછો હું ય સૂની ખાટ જોઉં છું.

પરાગે જિંદગી આખી ઝડપમાં, દોડમાં કાઢી,
રમી લીધી બધી બાજી, હવે ચોપાટ જોઉં છું.

– પરાગ રતનપરા

#ગઝલ #વૃદ્ધાવસ્થા #એકલતા #પ્રતીક્ષા #જીવનસંધ્યા #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #Waiting #EmptyNest #TwilightYears #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખટીપુંઆગલો લેખ →વરસ