જોકર
તમાશાના ઘરે જોકર બની સૌને હસાવું છું,
પડે પડદો પછી હું ડૂસકાંઓને છુપાવું છું.
મળે છે જે મજૂરી, એ ગણું છું આંગળીઓ પર,
છતાં ઠાલી થયેલી થાળમાં ચંદા બતાવું છું.
પડું છું હું જમીને રોજ, તાળી તો જ પડવાની,
પડેલા એ જ તાળીમાં બધા ઘાવો સુકાવું છું.
ગુલાબી રંગ મોઢે છે, અને ભીતર અમાસો છે,
અમાસો ઢાંકવા રોજે ગુલાલી થર ચડાવું છું.
પરાગે એ જ શીખ્યું છે ગઝલની આ સભાઓમાં,
ભરેલી આંખની ભીનાશમાં ફૂલો ઉગાવું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #જોકર #સરકસ #સ્મિતપાછળઆંસુ #કલાકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Clown #Circus #TearsBehindSmile #Artist #ParagRatanpara