← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જો થાય તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાવ સૂકા આ હૃદયમાં લાગણી જો થાય તો,
રણ મહીં પણ ઝાકળોની વાવણી જો થાય તો.

જિંદગીભર આપતી'તી મા, કદી માગ્યું નથી,
કાશ! એની એક નાની માગણી જો થાય તો!

વર્ષભર સીંચ્યો પસીનો ખેતરે ખેડૂત, ને
મોલ પણ ઊભો રહે, ને કાપણી જો થાય તો.

રોજ ભાષણ, રોજ ફોટા, રોજ તકતી ગામમાં,
એક પણ ઝાડે ખરેખર રોપણી જો થાય તો.

આ પરાગે શબ્દ કેરા કાંતિયા છે તાંતણા,
મ્હેકની પણ એ જ રીતે ગૂંથણી જો થાય તો.

– પરાગ રતનપરા

#ગઝલ #અપેક્ષા #મા #ખેડૂત #પર્યાવરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #MothersWish #Farmer #PlantATree #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગયો ક્યાં?આગલો લેખ →હું શું કરું?