← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જો કાલે હું ન હોઉં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જો કાલે હું ન હોઉં,
તો સવારે
દૂધવાળો તો આવશે જ,
છાપું પણ પડશે જ ઓટલે,
પડોશીનું કૂકર
ત્રણ સીટી વગાડશે જ.

જગત
એક સીટી પણ ચૂકશે નહીં.

બસ,
મારી બાલ્કનીનો
પેલો તુલસીનો છોડ
બે દિવસ રાહ જોશે,
ને ત્રીજે દિવસે
ચૂપચાપ માથું નમાવી દેશે —

મારી ગેરહાજરી
મારા વતી
એ જ નોંધાવશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકબીર અને સર્ચ એન્જિનઆગલો લેખ →સાંજે ફરી