← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જો એક વાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસાદ આવ્યો આંગણે, ભીંજાઈને જો એક વાર,
રંગો ઉડાડે ફાગમાં, રંગાઈને જો એક વાર.

હોદ્દો, ઇનામો, નામના, ઓળખ બધી ખિસ્સે ભરી,
મેળા મહીં, ભીડે ભળી, ખોવાઈને જો એક વાર.

ઝાકળ સમું તું ફૂલ પર બેઠું સવારે ગર્વથી,
તડકો થતાં આકાશમાં વેરાઈને જો એક વાર.

ચારે તરફ તું દીવડા જેવો ઝગે, ઝળહળ રહે,
મા પાલવે, નાનો બની, સંતાઈને જો એક વાર.

કરમાઈ જાતું ફૂલ પણ દેતું પરાગ હવા મહીં,
થોડો પરાગે વાયરે ફેલાઈને જો એક વાર.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનરસ #સાહસ #મુક્તિ #માનોખોળો #પરાગરતનપરા
#GujaratiGhazal #LiveOnce #LetGo #Freedom #MothersLap #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબાપુ વડલોઆગલો લેખ →તને યાદ છે ને?