જ્ઞાન દે
જે કદી ઊડ્યા નથી, એ ઊડવાનું જ્ઞાન દે,
ને સમોસું ઝાપટીને દોડવાનું જ્ઞાન દે.
સાંજ પડતાં દસ મહાજ્ઞાની પરસ્પર બાખડે,
દેશને એ રાતભર સૌ બોલવાનું જ્ઞાન દે.
કાફલો લૂંટાઈ ગ્યો, ત્યાં સાક્ષરો ભેગા થયા,
લૂંટનારા પણ હવે તો જોડવાનું જ્ઞાન દે.
એક ઘરમાં ભાઈ સાથે જે કદી બોલે નહીં,
વિશ્વને એ શાંતિથી સૌ જીવવાનું જ્ઞાન દે.
આ પરાગે સાવ સીધો પ્રશ્ન પૂછ્યો એટલો,
ને સભા આખી પછી ભટકાવવાનું જ્ઞાન દે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #નિષ્ણાત #સલાહકાર #ટીવીચર્ચા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SelfStyledExperts #TVDebates #FreeAdvice #ParagRatanpara