← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જિંદગી બારી બહાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાઈલોમાં હું દટાયો, જિંદગી બારી બહાર,
રોજ ટહુકો સાદ દે, ને હું ગણું બેઠો પગાર;
એ નહીં ઊભી રહે, બસ એક દી ચાલી જશે,
ને કચેરી શોકમાં રાખે રજા બસ એક વાર.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખએડીઆગલો લેખ →વારસો