ઝૂંપડે
આભ ટપકે છાપરેથી, એ જ પાણી ઝૂંપડે,
ભૂખને પણ ઊંઘ દે છે મા-કહાણી ઝૂંપડે.
ચાંદની આવી તિરાડે, રાતભર બેઠી રહી,
તારલા સાથે મનાવી ત્યાં ઉજાણી ઝૂંપડે.
ઓઢણી ફાટી ભલે, ને કાચનો ચૂડો ભલે,
એ જ છે મારા હૃદયની એક રાણી ઝૂંપડે.
ઝૂંપડીમાં ના ભણેલા કોઈ, ના કો ગ્રંથ, પણ
બાપુ ગાતા'તા દુહા, ને સંતવાણી ઝૂંપડે.
મ્હેલની ઊંચી અટારીએ ન ખીલ્યો એ પરાગ,
જે સુગંધી ફૂલની, એ મોજ માણી ઝૂંપડે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઝૂંપડી #ગરીબી #સંતોષ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #HumbleHut #Poverty #RichInLove #Contentment #ParagRatanpara