ઝૂકતાં શીખવ
પ્રભુ, મને ઝૂકતાં શીખવ, ફળથી લચેલા ઝાડ સમું,
અડીખમ ઊભો રહું તો પણ, ના લાગે કદી પહાડ સમું.
નહીં માગું હું સોનું-ચાંદી, નહીં માગું હું તાજ,
બસ એટલું દેજે કે ના લાગે કોઈને મારો અવાજ;
કોઈનું આંસુ લૂછું ત્યારે, ના રાખું કશું લાડ સમું…
પ્રભુ, મને ઝૂકતાં શીખવ…
ઘા દીધો જેણે તેને પણ આપું હું છાંયો શીળો,
પથ્થર મારે બાળ, તોય દઉં મીઠો કેરીનો ગોળો;
પોતાનાં ફળ પોતે ન ચાખું, મન રાખું વાડ સમું…
પ્રભુ, મને ઝૂકતાં શીખવ…
પરાગ કહે: જે ફૂલ ઝૂકીને પગમાં પાથરી દે છે જાત,
એની જ સુગંધે મ્હેકે છે આખું ગામ ને આખી રાત;
અહમ ખરે ને મન થઈ જાયે ઘરના ઉઘાડ કમાડ સમું…
પ્રભુ, મને ઝૂકતાં શીખવ…
– પરાગ રતનપરા