← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝરૂખો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વૃદ્ધાશ્રમના
બીજા માળે
એક ઝરૂખો છે.

રવિવારે
એ ત્યાં બેસે છે —
સાડીની કોર સરખી કરીને,
ચશ્માં લૂછીને.

નીચે
દરવાજે
ગાડીઓ આવે છે, જાય છે.

દર ગાડીમાં
એ
દીકરાનો ચહેરો
ગોઠવી દે છે.

ગાડી આગળ વધી જાય
ત્યારે
એ ચહેરો
ધીમેથી પાછો ઉતારીને
ખોળામાં મૂકી દે છે —

આવતા રવિવાર માટે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમેળે ગઈ’તીઆગલો લેખ →સરખાં હતાં