ઝરૂખે
રોજ સવારે સાઇકલ લઈને નીકળે એક જુવાન,
ઝરૂખે ઊભી ગોરી, એનું ભૂલ્યું ભાન ને સાન.
ઘંટડી વગાડે ટણ ટણ ટણ, ને ગોરી ગાલે લાલ,
ગલીનો કૂતરો ભસે, પણ ઈ તો ધીમી રાખે ચાલ;
ત્રીજે દિ’ ઈ ખાડામાં પડ્યો, ગોરી હસી બેભાન…
રોજ સવારે…
બાપુ બોલ્યા: ‘કોણ છે ઈ, જે રોજ ગલીમાં ફરે?’
ગોરી બોલી: ‘છાપાવાળો, બાપુ, છાપું ધરે’;
બાપુ કહે: ‘આપણે તો છાપું બંધ કર્યું છે, ભાન?’…
રોજ સવારે…
પરાગ કહે: પ્રેમની સાઇકલ ચાલે ઢાળે-ચઢાણે,
ઝરૂખો ને ઘંટડી બંને વાતો કરતાં જાણે;
છેવટ જાન લઈ ઈ આવ્યો, સાઇકલ પર જ, મહાન!…
રોજ સવારે…
– પરાગ રતનપરા